Meta Pixel
CNR: GJRJ010070022023
PENDING

RAJAKUMAR PRADIPBHAI SHAH vs GOVERNMENT OF GUJARAT

Case Number2833
Date of Filing3 Aug 2023
Case TypeCRMA S - CRIMINAL MISC. APPLI- SESSIONS
Last Hearing14 Aug 2023
State--
City--
Year of Filing2023

Party Details

Petitioner
  • RAJAKUMAR PRADIPBHAI SHAH
Respondent
  • GOVERNMENT OF GUJARAT

Case Summary

RAJAKUMAR PRADIPBHAI SHAH filed Case No. 2833 in the District Court on 3 Aug 2023 against GOVERNMENT OF GUJARAT. The case has undergone 3 hearings over 6 days. The case is currently pending. 1 order has been issued in this matter.

Hearing History (3)

Orders (1)

Judgement DetailsView full order PDF ↗

1 આંકઃ-8 દાખલ તારીખઃ- ૦૩/૦૮/૨૦૨૩ રજી. તારીખઃ- ૦૩/૦૮/૨૦૨૩ નિકાલ તારીખઃ-૧૪/૦૮/૨૦૨૩ સમય -વર્ષ-૦૦,માસ-૦૦,દિન-૧૧ રાજકોટ જિલ્લાનાં મહે.એડિશ્નલ સેશન્સ જજશ્રીની કોર્ટમાં, મુ. રાજકોટ સમક્ષ ફોજદારી પરચુ. અરજી નં.૨૮૩૩/૨૦૨૩ રાજાકુમાર પ્રદિપભાઇ શાહ, ધર્મે-હીન્દુ, ઉ.વ.૨૧, ધંધો-મજૂરી, રહે.જંગલેશ્વર ભવાની ચોક, ત્રણ માળીયા કવૉટર નં.૪, બ્લોક નં.૬, સુરેશભાઇ સોલંકીના મકાનમાં ભાડેથી, મદીના પાન પાસે, રાજકોટ. મુળ રહે.લૌરીયા ગોપાલપુર, પુ.થાના-બાકા, જી.રજૌન(બીહાર) ............. અરજદાર. હાલ-જિલ્લા જેલ, રાજકોટ વિરૂદ્ધ શ્રી સરકાર ............સામાવાળા. બાબત:- ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૪૩૯ અન્વયે ચાર્જશીટ બાદની સકસેસીવ જામીન અરજી ::::::::::::::::::::::::::: અરજદાર તરફે :-વિદ્વાન વકીલ શ્રી સી. ડી. સાંકળીયા સામાવાળા સરકારશ્રી તરફે :-વિદ્વાન એ.પી.પી.શ્રી પી. કે. પટેલ ::::::::::::::::::::::::::: 2 ચુ કા દો (૧) હાલના અરજદાર/આરોપીની, આજીડેમ પોલીસ સ્ટેશન ગુના રજી.નં.૧૧૨૦૮૦ ૦૨૨૩ ૦૩૮૭/૨૦૨૩, ઇ. પી. કોડની કલમ-૪૫૪, ૩૮૦ મુજબના ગુનાના કામે અટક કરવામાં આવેલ હોય, અરજદારે રેગ્યુલર જામીન ઉપર મુકત થવા માટે, હાલની ચાર્જશીટ થયા બાદની સકસેસીવ જામીન અરજી ક્રી. પ્રો. કોડ કલમ-૪૩૯ અન્વયે અત્રેની અદાલત સમક્ષ અરજીમાં જણાવેલ કારણોસર કરેલ છે. (૨) અરજદારની અરજી દાખલ કરી, સામાવાળા/સરકારશ્રી તરફે નોટીસની બજવણી થતાં, સરકાર તરફે વિદ્વાન એ.પી.પી.શ્રી પી. કે. પટેલ હાજર થયેલ છે. (૩) આરોપી તરફે વિદ્વાન વકીલશ્રીએ દલીલો કરતાં જણાવેલ છે કે, અરજદાર તદ્ન નિર્દોષષ છે. તેઓને ખોટી રીતે ગુનામાં સંડોવી દેવામાં આવેલ છે. આરોપીના વકીલશ્રીએ વધુ દલીલમાં જણાવેલ છે કે, ફરિયાદ હકીકત વંચાણે લેતાં, અરજદાર સામે આક્ષેપિત ગુનાના કોઇ તત્વો આકર્ષીત થતા નથી. અરજદારે અગાઉ કરેલ જામીન અરજી પોલીસ તપાસ ચાલુ હોવાના કારણસર નામંજુર થયેલ હતી, હાલ આ કામમાં પોલીસ તપાસ પૂર્ણ થઇ ગયેલ છે, ચાર્જશીટ ફાઇલ થઇ ગયેલ છે, જે ફોજદારી કેસ નં.૧૩૪૯૮/૨૦૨૩ થી પેન્ડીંગ છે, જેથી બદલાયેલ સંજોગો ધ્યાને લઇ જામીન મુકત કરવા જણાવેલ છે. ચાર્જશીટ ફાઇલ થઇ ગયેલ હોય, ફરિયાદ પક્ષના પુરાવા સાથે ચેડા થાય તેમ નથી. ય તેમ નથી. અરજદાર સામેના કેસનો ગુણદોષષ ઉપર નિર્ણય થતા સમય જાય તેમ હોય, કેસ ચાલતા સુધી અરજદારને જેલમાં રાખવામાં આવ્યેથી તેઓને પ્રિ- ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. અરજદારના વકીલશ્રીએ માર્ક-૫/૧ થી ફોજદારી કેસ નં.૨૪૦૨૫/૨૦૨૨ ના ચુકાદાની કોપી રજૂ કરી એવી રજૂઆત કરેલ છે કે, અરજદાર સામે અગાઉ નોંધાયેલ ઇ.પી.કો. કલમ-૪૫૪, ૩૮૦ ના 3 કામે ઇન્સાફી કાર્યવાહી પૂર્ણ થઇ ગયેલ છે, અને અરજદારને નિર્દોષષ ઠરાવી છોડી મુકેલ છે, જેથી અરજદારનો ગુનાહિત ઇતિહાસ રહેતો નથી. તેઓ મજૂર માણસ છે, મજૂરીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવી રહેલ છે, તેઓ પરીવારમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ છે, તેઓને જામીન મુકત કરવામાં ન આવ્યેથી આખા પરીવારને ભુખે મરવાનો વારો આવે તેમ છે. તેઓ રાજકોટના રહેવાસી છે, કયાંય નાસી-ભાગી જાય તેમ નથી. કેસનો ગુણદોષષ ઉપર નિર્ણય થતા સમય જાય તેમ છે, જેથી ઉપરોકત તમામ હકીકતો ધ્યાને લઇ જામીન મુકત કરવા અરજ કરેલ છે. અરજદારના વકીલશ્રીએ આંક-૩ તથા આંક-૫ ના લીસ્ટથી દસ્તાવેજી પુરાવા રજૂ રાખેલ છે. (૪) સામાવાળા/સરકાર તરફે વિદ્વાન એપીપીશ્રી પી. કે. પટેલે સદર દલીલોનું ખંડન કરતાં જણાવેલ છે કે, હાલના અરજદાર /આરોપીએ, અગાઉ જામીન ઉપર મુકત થવા માટે કરેલ ફોજદારી પરચુરણ અરજી નં.૨૧૨૩/૨૦૨૩ આ અદાલત દ્વારા ગુણદોષષ ઉપર નામંજુર કરવામાં આવેલ છે. ત્યારબાદ અરજદારની તરફેણ કરતાં કોઇ સંજોગો બદલાયેલ નથી ઉલ્ટાનું, તપાસને અંતે અરજદાર વિરુદ્ધ પુરતો પુરાવો મળી આવેલ હોય, ઇ.પી. કોડ કલમ-૪૫૪, ૩૮૦ મુજબના ગુનાનું ચાર્જશીટ ફાઇલ થયેલ છે. ચાર્જશીટ ફાઇલ થવા માત્રથી તેને બદલાયેલ સંજોગો ગણી કે માની શકાય નહિ. એ.પી.પી.શ્રીએ આંક-૭ થી રજૂ તપાસ કરનાર અધિકારીના રીપોર્ટ તરફ આ અદાલતનું દ્યાન દોરી એવી રજૂઆત કરેલ છે કે, અરજદાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને અસામાજીક પ્રવૃતિ કરવાની ટેવવાળા છે, તેમની સામે આ ગુના ઉપરાંત અગાઉ રાજકોટ શહેર આજીડેમ પો.સ્ટે.માં એક ઇ.પી.કો. કલમ- ૩૮૦, ૪૫૪ મુજબનો તેમજ એક ઇ.પી.કો. કલમ-૩૨૩, ૧૧૪, ૫૦૪ નો મળી કુલ-૨ ગુનાઓ નોંધાયેલ હોય અને તે રીતે આરોપી અગાઉના ગુનામાં જામીન મુકત થયા બાદ જામીનની શરતોનો ભંગ કરી ગુનાહિત પ્રવૃતિઓ આચરતા હોય, જો આરોપીને જામીન મુકત કરવામાં આવે તો ફરિયાદી સાહેદોને 4 ધાક- ધમકી આપે તેવી તેમજ ફરી ગુનાહિત પ્રવૃતિઓ આચરે તેવી દહેશત હોય અને અરજદારની અગાઉની જામીન અરજી નામંજુર થયા બાદ કોઇ સંજોગો બદલાયેલ ન હોય, જામીન અરજી નામંજુર કરવી જો ુર કરવી જોઇએ (૫) બંને પક્ષકારો તરફે કરવામાં આવેલ રજૂઆત, અરજીમાં જણાવેલ હકીકતો તથા રજૂ કરેલ દસ્તાવેજી પુરાવા દ્યાને લીધા. ચાર્જશીટ સાથેના પેપર્સ તેમજ તપાસ કરનાર અધિકારીનો રીપોર્ટ ધ્યાને લીધો. અરજદારની અગાઉની જામીન અરજી આ અદાલત દ્વારા અરજદાર સામે, ફરિયાદીના ઘરનું તાળુ તોડી, ઘરમાં પ્રવેશ કરી, કબાટમાં રાખેલ થેલામાંથી સોનાનું પેન્ડલ કિમત રૂ.૧૦,૦૦૦/- નુ, ચાંદીની પાયલ બે જોડી કિમત રૂ.૧૦,૦૦૦/-ની તથા રોકડ રકમ રૂ.૨,૦૦૦/-ની ચોરી કરેલ હોવાનો આક્ષેપ, ચોરીમાં ગયેલ મુદૃામાલ અરજદાર પાસેથી જ પંચનામાની વિગતે કબ્જે લેવામાં આવેલ હોવાની હકીકત તેમજ અરજદાર વિરુધ્ધ આ ગુના ઉપરાંત અન્ય બે ગુનાઓ નોંધાયેલ હોય, ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની હકીકત તેમજ બીહાર રાજયના વતની હોય, રાજકોટ મુકામે ભાડાના મકાનમાં રહેતા હોય, જામીન કરવામાં આવ્યેથી નાસી-ભાગી જાય તેવી તેમજ ફરીથી ગુનાહિત પ્રવૃતિ કરે તેવી શકયતાને દ્યાને લઇ ગુણદોષષ ઉપર નામંજુર કરવામાં આવેલ હતી. ત્યારબાદ તપાસને અંતે અરજદાર વિરુદ્ધ પુરતો પુરાવો મળી આવેલ હોય, ઉપરોકત ગુનાનું ચાર્જશીટ ફાઇલ થયેલ છે. ચાર્જશીટ ફાઇલ થવા માત્રથી તેને બદલાયેલ સંજોગો ગણી કે માની શકાય નહિ. અરજદારના વકીલશ્રીએ પણ અગાઉની જામીન અરજી કે જે તા.૧૩/૬/૨૦૨૩ નારોજ નામંજુર થયા બાદ કેસના સંજોગોમાં શું બદલાવ આવેલ છે તે અંગે કોઇ હકીકત જણાવેલ નથી કે એવો કોઇ પુરાવો પણ રજૂ કરેલ નથી. જોકે, અરજદાર તરફે, હાલની જામીન અરજીના કામે માર્ક-૫/૧ થી ફોજદારી કેસ નં.૨૪૦૨૫/૨૦૨૨ ના ચુકાદાની કોપીનું પ્રથમ અને છેલ્લુ પેજ રજૂ કરેલ છે, જે વંચાણે લેતાં અરજદાર સામે અગાઉ નોંધાયેલ ઇ.પી.કો. કલમ-૪૫૪, ૩૮૦ ના એક કેસના કામે તેઓને નિર્દોષષ ઠરાવી છોડી મુકેલ 5 હોવાનું જણાય છે પરંતુ, સદરહુ ચુકાદાની આખી કોપી રજૂ થયેલ ન હોય, અરજદારને કયા પો.સ્ટે.માં, કયા ગુના રજીસ્ટર નંબરથી, કઇ સાલમાં નોંધાયેલ ગુનાના કામે છોડી મુકેલ છે તે સ્પષ્ટ થતુ નથી. વધુમાં, આંક-૭ થી રજૂ તપાસ કરનાર અધિકારીના રીપોર્ટ મુજબ અરજદાર સામે હજુ એક અન્ય કેસ પેન્ડીંગ છે. આમ, અરજદાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉના ગુનામાં જામીન મુકત થયા બાદ જામીનની શરતોનો ભંગ કરી ગુનાહિત પ્રવૃતિઓ આચરે તેવી સરકાર તરફે વ્યકત કરવામાં આવેલ દહેશતને નકારી શકાય તેમ નથી. ય તેમ નથી. વળી, અરજદાર બીહાર રાજયના વતની હોય, જામીન મુકત કરવામાં આવ્યેથી પોતાના વતન નાસી જાય તો ટ્રાયલ સમયે તેમની હાજરી મળવી મૂશ્કેલ થાય તેમ છે.. આમ, ઉપરોકત તમામ હકીકતો દ્યાને લેતાં તેમજ ખાસકરીને અગાઉની જામીન અરજીના નિર્ણય બાદ કોઇ સંજોગો બદલાયેલ ન હોય, અરજદારનો ગુનાહિત ઇતિહાસ તેમજ બીહાર રાજયના વતની હોય, રાજકોટ મુકામે તેઓનું કાયમી સરનામુ ન હોય, આ અરજી મંજૂર કરવા માટે કોઇ વ્યાજબી અને ન્યાયોચીત કારણ જણાતુ ન હોય, નીચે મુજબનો આખરી હુકમ કરૂ છું. હુ ક મ (૧) અરજદાર/આરોપીની હાલની આ ક્રી. પ્રો. કોડ કલમ-૪૩૯ અન્વયેની ફોજદારી પરચુ. અરજી નં.૨૮૩૩/૨૦૨૩ આથી ના-મંજુર રાખવામાં આવે છે. આ હુકમ આજ તા.૧૪મી, માહે-ઓગષ્ટ, સને-૨૦૨૩ નાં રોજ ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો. રાજકોટ. તા.૧૪/૦૮/૨૦૨૩ (જગદીશકુમાર ડાયાભાઇ સુથાર) એડિશ્નલ સેસન્સ જજ, રાજકોટ કોડ નં . જીજે ૦૦૫૪૬