Meta Pixel
CNR: GJPB020044882023
PENDING

The State of Gujarat vs Parbat Rajabhai Kodiyatar

Case Number3487
Date of Filing3 Aug 2023
Case TypeCC - CRIMINAL CASE
Last Hearing9 Sept 2023
State--
City--
Year of Filing2023

Party Details

Petitioner
  • The State of Gujarat
Respondent
  • Parbat Rajabhai Kodiyatar

Case Summary

The State of Gujarat filed Case No. 3487 in the District Court on 3 Aug 2023 against Parbat Rajabhai Kodiyatar. The case has undergone 2 hearings over 1 month. The case is currently pending. 1 order has been issued in this matter.

Hearing History (2)

  • 9SEP 2023
    Disposed

    Judge: CHIEF JUDICIAL MAGISTRATE & ADDL. SR. CIVIL JUDGE

    View Order ↗
  • 3AUG 2023
    PROCESS TO ACCUSED

    Judge: CHIEF JUDICIAL MAGISTRATE & ADDL. SR. CIVIL JUDGE

    View Order ↗

Orders (1)

Judgement DetailsView full order PDF ↗

ફો.કે.નં.૩૪૮૭/૨૦૨૩ મહેરબાન ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબની અદાલતમાં મુ. પોરબંદર. ફોજદારી કેસ નં.૩૪૮૭/૨૦૨૩ ફરિયાદી : શ્રી સરકાર વિ રૂ દ્ધ આરોપી : પરબતભાઇ રાજાભાઇ કોડીયાતર ગુન્હો : ભારતીય દંડ સંહિતાની કલમ ૨૮૩ મુજબ... -:: ચુ કા દો ::- (૧) ફરિયાદપક્ષ દ્વારા આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૮૩ મુજબનું ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ છે. (૨) આરોપી કોર્ટ રૂબરૂ હાજર થતાં તેઓને પોલીસ પેપર્સની નકલો મફત આપ્યાની ખાતરી કરેલ છે. (૩) આરોપી અદાલત રૂબરૂ હાજર થતાં આરોપી તરફથી કબુલાત પુરશીશ રજુ કરી આ તેમનો પ્રથમ ગુન્હો હોય અને ભવિષ્યમાં આ પ્રકારનો ગુન્હો કરશે નહી તેવી ખાતરી આપી, ઓછો દંડ કરવા રજુઆત કરતા આરોપીની પ્લી રેકર્ડ કરવામાં આવેલ છે અને આરોપીએ ગુન્હાની કબુલાત કરેલ છે. (૪) આરોપી ખરેખર પોતાની સ્વેચ્છાએ ગુન્હો કબુલ કરતા હોવાની ખાતરી કરવામાં આવેલ છે. (૫) આ કામે આરોપી વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૨૮૩ મુજબના ગુન્હાનું તહોમત છે. આરોપી મજુરી કરી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. આરોપીનો પ્રથમ ગુન્હો છે અને આરોપી ભવિષ્યમાં આવો ગુન્હો કરશે નહી તેવી ખાતરી આપે છે. આરોપીની આર્થિક, સામાજીક સ્થિતી તથા આરોપીની કૌટુંબીક જવાબદારી ધ્યાને લેતાં ન્યાયના હીતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે. -:: હુ ક મ ::- ૧. ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૨૫૨ અન્વયે તકસીરવાન ઠરાવી આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ ૨૮૩ મુજબના ગુન્હા બદલ રૂા.૨૦૦/- (અંકે રૂપીયા બસ્સો પુરા) નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવે છે અને જો દંડ ન ભરે તો દિન-૦૫ (પાંચ) ની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે. ૨. આરોપીના અગાઉ રજુ કરેલા જામીનખત તથા જાતમુચરકા ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩ ની કલમ ૪૩૭-એ હેઠળ છ માસ પુરતા ચાલુ રાખવાનો હુકમ કરવામાં આવે છે. હુકમ આજ રોજ તા.૦૯ મી માહે સપ્ટેમ્બર સને ૨૦૨૩ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો. તારીખ- ૦૯/૦૯/૨૦૨૩ (મુકેશ ભાનુશંકર દવે) પોરબંદર ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ પોરબંદર (કોડ : જી.જે.૦૧૦૬૬)