Meta Pixel
CNR: GJPB020045012023
PENDING

The State of Gujarat vs Bharat Arjanbhai Chavda

Case Number3496
Date of Filing3 Aug 2023
Case TypeCC - CRIMINAL CASE
Last Hearing29 Sept 2023
State--
City--
Year of Filing2023

Party Details

Petitioner
  • The State of Gujarat
Respondent
  • Bharat Arjanbhai Chavda

Case Summary

The State of Gujarat filed Case No. 3496 in the District Court on 3 Aug 2023 against Bharat Arjanbhai Chavda. The case has undergone 5 hearings over 1 month. The case is currently pending. 1 order has been issued in this matter.

Hearing History (5)

  • 29SEP 2023
    Disposed

    Judge: CHIEF JUDICIAL MAGISTRATE & ADDL. SR. CIVIL JUDGE

    View Order ↗
  • 25SEP 2023
    FURTHER STATEMENT

    Judge: CHIEF JUDICIAL MAGISTRATE & ADDL. SR. CIVIL JUDGE

    View Order ↗
  • 14SEP 2023
    FURTHER STATEMENT

    Judge: CHIEF JUDICIAL MAGISTRATE & ADDL. SR. CIVIL JUDGE

    View Order ↗
  • 12SEP 2023
    EVIDENCE OF PROSECUTION

    Judge: CHIEF JUDICIAL MAGISTRATE & ADDL. SR. CIVIL JUDGE

    View Order ↗
  • 3AUG 2023
    PROCESS TO ACCUSED

    Judge: CHIEF JUDICIAL MAGISTRATE & ADDL. SR. CIVIL JUDGE

    View Order ↗

Orders (1)

Judgement DetailsView full order PDF ↗

...1... ફો.કે.નં.૩૪૯૬/૨૦૨૩ કેસ રજુ તા. ૦૩/૦૮/૨૦૨૩ કેસ દાખલ તા. ૦૩/૦૮/૨૦૨૩ કેસ ફેંસલ તા. ૨૯/૦૯/૨૦૨૩ અવધિ : વર્ષ માસ દિવસ ૦૦ ૦૧ ૨૬ મહેરબાન ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં , મુકામ : પોરબંદર . ફોજદારી કેસ નં.૩૪૯૬/૨૦૨૩ આંક. :- શ્રી સરકાર, (કમલાબાગ પો.સ્ટે.ગુ.ર.નં.પાર્ટ- એ-૧૧૨૧૮૦૦૯૨૩૦૩૫૧/૨૦૨૩) ફરિયાદી. વિ રૂ દ્ધ ભરત અરજનભાઇ ચાવડા ઉ.વ.આ.પુખ્ત વયના, ધંધો : વકીલાત, રહે. નરસંગ ટેકરી, પાટા પાસે, પોરબંદર. આરોપી. ગુન્હો : ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ ( ડી ) ૧ , ૫૦૪ તથા ૫૦૬ ( ૨ ) મુજબ .. સરકાર તરફે :- વિ.એ.પી.પી.શ્રી એસ.બી.પરમાર. આરોપી તરફે :- વિ.વકિલ શ્રી એમ.જી.શીંગરખીયા. - :: ઠ રા વ ::- (૧) ફરીયાદપક્ષના કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી બહેને આ કામના આરોપીને પોતાની સાથે સબંધ રાખવાની ના પાડતા આરોપીએ અવાર નવાર ફરીયાદીને ભુંડી ગાળો કાઢી, સબંધ રાખવાનું દબાણ કરી અને સબંધ નહી રાખે તો જાનથી મારી નાંખશે તેવી આરોપીએ ફરીયાદીને ધમકી આપી તેમજ ફરીયાદીના નોકરીના સ્થળ સુધી આરોપીએ ફરીયાદીનો પીછો કરી ગુન્હો કરેલ હોવા સબંધેની ...2... ફો.કે.નં.૩૪૯૬/૨૦૨૩ ફરીયાદ ફરિયાદીએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા સદરહું ફરીયાદ ગુ.ર.નં. પાર્ટ એ- ૧૧૨૧૮૦૦૯૨૩૦૩૫૧/૨૦૨૩ થી નોંધવામાં આવેલ. ત્યારબાદ તપાસ કરનાર અધિકારીએ તપાસ કરી, જરૂરી સાહેદોના નિવેદનો લઇ, તપાસના અંતે આરોપી વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪(ડી)૧, ૫૦૪ તથા ૫૦૬(૨) મુજબના ગુન્હા સબબ પુરતો પુરાવો જણાઇ આવતા નામદાર અદાલતમાં ચાર્જશીટ કરેલ. ત્યારબાદ સદરહું ચાર્જશીટને રજીસ્ટરે ફોજદારી કેસ નં.૩૪૯૬/૨૦૨૩ આપવામાં આવેલ છે. (૨) હાલના કામે આરોપી સામે ચાર્જશીટ રજુ થતાં આરોપી સામેના ઉપરોક્ત ગુન્હાનું સંજ્ઞાન લઇ આરોપીને સમન્સ કરતાં આરોપી હાજર થતાં તેઓને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૨૦૭ મુજબ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૧૭૩ મુજબના પોલીસ તપાસના કાગળોની નકલો વિના મુલ્યે મળી ગયાની ખાતરી કર્યા બાદ આરોપી સામે આંક.૦૩ થી ઉપરોક્ત ગુન્હાનું તહોમતનામુ કોર્ટ દ્વારા ફરમાવી સદરહુ તહોમતનામુ આરોપીને વાંચી, સંભળાવી આરોપીની સદરહુ તહોમતનામા અંગે આંક.૦૪ થી પ્લી રેકર્ડ કરવામાં આવેલ. જેમાં તેમણે ગુન્હાનો ઇન્કાર કરેલો છે અને કેસ આગળ ચલાવવાનું જણાવતા કેસની ઇન્સાફી કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ છે. ં આવેલ છે. (૩) ફરીયાદપક્ષે નીચે મુજબના મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ રેકર્ડ કરવામાં આવેલ છે. ક્રમ મૌખિક તથા દસ્તાવેજી પુરાવા આંક ૧. ફરિયાદી પુજાબેન દેવશીભાઇ શીંગરખીયાની જુબાની ૦૫ ૨. અસલ ફરીયાદ ૦૬ ૩. આરોપીનું અટક પંચનામુ ૦૭ ૪. ક્લોઝીંગ પુરશીશ ૦૮ (૪) આ કામે ફરીયાદ પક્ષે મહત્વના સાહેદને તપાસ્યા બાદ મુળ ફરિયાદી તરફે તેઓ વધુ પુરાવો રજુ કરવા માંગતા ન હોય તે વિગતેની કલોઝીંગ પુરશીશ વિ.એ.પી.પી.શ્રી મારફતે આપવામાં આવતા તેમજ સરકાર તરફે પણ વિ.એ.પી.પી.શ્રી દ્વારા મૌખિક રીતે પુરાવો પુરો ...3... ફો.કે.નં.૩૪૯૬/૨૦૨૩ થયાનું જણાવેલ હોય તેમજ કેસના સંજોગો ધ્યાને લેતાં, ચાર્જશીટમાં દર્શાવેલ અન્ય સાક્ષીઓ તપાસવાથી પણ કેસની હકીકતો નિ:શંકપણે પુરવાર થઇ શકે તેવી સંભાવના ન હોય તે તમામ સંજોગોમાં, નામદાર સુપ્રિમ કોર્ટના ૧૯૯૬(૩), ક્રાઇમ્સ, ૮પ, ''સતીષષ મહેરા વિ. દિલ્હી એડમિનિસ્ટ્રેશન તથા (૨૦૦૮)૯, એસ.સી.સી., ૬૭૭, ''નિખિલ મરચન્ટ વિ. સી.બી.આઇ.'' તથા (૨૦૦૮)૪, એસ.સી.સી., ૫૮૨, ''મદનમોહન વિ. સ્ટેટ ઓફ પંજાબ''ના ચુકાદાઓમાં નામદાર સુપ્રિમ કોર્ટે ઠરાવેલ સિદ્ધાંત કે જ્યારે આરોપીને તકસીરવાન ઠરાવવાની કોઇ શક્યતા ન હોય ત્યારે કોર્ટે આવા પ્રોસીડીંગ્સ આગળ ચલાવવા ફ્યુટાઇલ એક્સરસાઇઝ કરવી ન જોઇએ તે સિદ્ધાંત ધ્યાને લઇ ફરીયાદ પક્ષનો પુરાવો પુરો કરવામાં આવેલ છે. (૫) આ કામે ફરીયાદપક્ષનો પુરાવો પુરો થતાં, આરોપી સામે રેકર્ડ પર આવેલ પુરાવા અંગે આરોપીનું ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૩૧૩ મુજબનું વિશેષષ નિવેદન નોંધવામાં આવેલ છે જેમાં તેઓએ નિર્દોષષ હોવાનું અને ખોટો કેસ કરેલ હોવાનું જણાવેલ છે. (૬) ફરીયાદપક્ષે વિ.ઇ.ચા. એ.પી.પી.શ્રી એમ.બી.જાડેજા તથા બચાવપક્ષે વિ.વકીલ શ્રી એમ.જી.શીંગરખીયાનાઓની દલીલો સાંભળવામાં આવેલ છે. (૭) આ કેસની ઉપરોક્ત હકીકતો, સંજોગો, રેકર્ડ પર રજુ કરવામાં આવેલ પુરાવો તથા સંલગ્ન કાયદાની જોગવાઇઓ તેમજ ઉભય પક્ષની રજુઆતો ધ્યાને લેતાં, કેસના ન્યાય-નિર્ણય માટે મારી સમક્ષ નીચે મુજબના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. -:: (મુદ્દાઓ)::- (૧) શું ફરીયાદપક્ષ વ્યાજબી શંકાથી પર સાબિત કરે છે કે આ કામના ફરીયાદી બહેને આ કામના આરોપીને પોતાની સાથે સબંધ રાખવાની ના પાડતા આરોપીએ અવાર નવાર ફરીયાદીને ભુંડી ગાળો કાઢી, સબંધ રાખવાનું દબાણ કરી અને સબંધ નહી રાખે તો જાનથી મારી નાંખશે તેવી આરોપીએ ફરીયાદીને ધમકી આપી તેમજ ફરીયાદીના નોકરીના સ્થળ સુધી આરોપીએ ફરી આરોપીએ ફરીયાદીનો પીછો કરી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪(ડી)૧, ૫૦૪, ૫૦૬(૨) મુજબનો શિક્ષાનેપાત્ર ગુન્હો કર્યો છે ? ...4... ફો.કે.નં.૩૪૯૬/૨૦૨૩ (૨) શું હુકમ ? (૮) ઉપરોક્ત મુદ્દાઓ પરત્વેના મારા નિર્ણયો કારણો સહિત નીચે મુજબ છે. (૧) નકારાત્મક. (૨) આખરી હુકમ મુજબ. -:: કા ર ણો ::- (૯) મુદ્દા નં . ૧ તથા ૨ અંગે :- (૯.૧) આરોપી સામે હાલનો કેસ ફોજદારી કેસ છે ત્યારે ફોજદારી ન્યાયશાસ્ત્રના મુળભૂત સિદ્ધાંત મુજબ ફરીયાદપક્ષે આરોપી સામેનો કેસ નિ:શંકપણે પુરવાર કરવાનો હોય છે અને જ્યાં સુધી આરોપી સામે ગુન્હો સાબિત ન થાય ત્યાં સુધી તે નિર્દોષષ છે તે રીતે અનુમાન કરવું જોઇએ. વધુમાં ફરીયાદપક્ષ આરોપી સામે જે આક્ષેપ સાબિ ત કરવા માંગતા હોય તે આક્ષેપ ફરીયાદપક્ષે તેના સકારાત્મક પુરાવાથી શંકાથી પર સાબિ ત કરવો જોઇએ. (૯.૨) આ કામે ફરીયાદપક્ષ તરફથી રજુ થયેલ પુરાવાનું મુલ્યાંકન કરવામાં આવે તો ફરીયાદપક્ષ તરફે આંક.૦૫ થી સાહેદ ફરિયાદી પુજાબેન દેવશીભાઇ શીંગરખીયાને તપાસવામાં આવેલા છે. તેઓએ તેમની સોગંદ ઉપરની જુબાનીમાં જણાવેલ છે કે બનાવની તારીખ તેમને હાલ યાદ નથી. બનાવ આશરે ચારેક મહીના પહેલા બનેલો. આશરે ૧૧ વર્ષ પહેલા તેઓ ઉદ્યોગનગર આશાપુરા પાટા પાસે રહેતા હતા અને તેમના પિતાના મિત્ર અરજનભાઈ તેમના ઘરથી થોડે દુર રહેતા હતા તેઓની સાથે તેમને ઘરે આવવા જવાનો વ્યવહાર હોય તેના દિકરા ભરતને તેઓ ઓળખતા હતા તે પછી તેઓ ત્યાંથી કડીયા પ્લોટમાં તેમના જુના મકાનમાં રહેવા જતા રહેલ. ત્યારપછી સને ૨૦૧૮ ના અરસામાં તેમના લગ્ન ધરમપુરના દિલીપ નાથા ચાંચીયા સાથે થયેલા અને દોઢેક વર્ષ તેમનો ઘર સંસાર સારો ચાલેલ ત્યારપછી તેઓ પતિ-પત્ની વચ્ચે મતભેદ અને મનદુઃખ થતા તે અલગ રહેવા જતી રહેલ તે દરમ્યાન તેમને ભરત સાથે સામાન્ય મીત્રતા તથા વાતચીત કરવાના વ્યવહારો થયેલા પરંતુ ભરત પરણીત હોય અને ભરતની પત્નીને ખોટી શંકા કુશંકા ના થાય અને પ્રોબ્લેમ ન થાય તે હેતુથી તેણે ભરત સાથે વાતચીત કરવાનુ બંધ કરી દીધેલ તે દરમ્યાન તેમને ભરત સાથે બે-ચાર વખત ફોન ઉપર સામાન્ય બોલાચાલી અને સામાન્ય ...5... ફો.કે.નં.૩૪૯૬/૨૦૨૩ ઝઘડો થયેલો. ત્યારપછી તેમણે તેનો ફોન બ્લોક કરી નાખેલો. ત્યારપછી એક વખત ભરત તેમને આશા હોસ્પીટલે મળેલ જ્યાં તેમની વચ્ચે ફરીથી સામાન્ય ઝઘડો અને સામાન્ય બોલાચાલી થયેલી જેથી આવેશમાં આવી જઇને તેમણે હાલની ફરીયાદ આપેલી. યાદ આપેલી. સાહેદને અસલ ફરિયાદ બતાવવામાં આવતા તેમાં પોતાની સહી ઓળખી બતાવી આંક.૦૬થી રજુ કરેલ છે. આમ, ફરિયાદી પોતાની ફરીયાદ હકીકતને સમર્થન કરતા ન હોય વિ.એ.પી.પી.શ્રી ની મૌખિક વિનંતીથી તેઓને હોસ્ટાઇલ જાહેર કરી ઉલટતપાસમાં પુછી શકાય તેવા સવાલો પુછવાની પરવાનગી આપવા છતાં સદર ફરિયાદી/સાહેદે ફરીયાદપક્ષના કેસની હકીકતોને સમર્થન કરેલ નથી. સદર સાહેદે બચાવપક્ષે કરવામાં આવેલ ઉલટતપાસમાં કબુલ કરેલ છે કે બનાવ વખતે ફક્ત સામાન્ય બોલાચાલી અને સામાન્ય ઝઘડો થયેલો. વધુમાં કબુલ કરેલ છે કે આરોપીએ તેમને ભુંડી ગાળો આપેલ હોય કે સબંધ રાખવા માટે ધમકીઓ આપેલ હોય કે જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હોય કે લગ્ન તોડાવી નાખવાની ધમકી આપેલ હોય તેવું બનેલ નથી. (૯.૩) વધુમાં ફરીયાદપક્ષ તરફથી આરોપીને અટક કર્યાના પંચનામાની નકલ રજુ કરવામાં આવેલ છે. તેમજ બચાવપક્ષ ધ્વારા સદર દસ્તાવેજને આંક આપવામાં આવે તો વાંધો ન હોવા બાબતેનો શેરો કરી આપેલ છે. તેમ છતા આ દસ્તાવેજનુ કેસના સંજોગો ધ્યાને લેતા સમગ્રપણે મુલ્યાંકન કરવામા આવે તો આ કામના મહત્વના એવા સાહેદ ફરીયાદીએ તેઓની જુબાનીમાં બનાવ વખતે આરોપી સાથે સામાન્ય બોલાચાલી અને સામાન્ય ઝઘડો થયેલ હોવાનું જણાવેલ છે તેમજ આરોપીએ તેમને ભુંડી ગાળો આપેલ હોય કે સબંધ રાખવા માટે ધમકીઓ આપેલ હોય કે જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય કે લગ્ન તોડાવી નાખવાની ધમકી આપેલી હોય તેવી કોઇ હકીકત જણાવેલ નથી. આ તમામ સંજોગોમાં આરોપીએ ફરિયાદીને ભુંડી ગાળો આપેલ હોય કે સબંધ રાખવા માટે ધમકીઓ આપેલ હોય કે જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય કે લગ્ન તોડાવી નાખવાની ધમકી આપેલી હોય તે હકીકત ફરીયાદપક્ષ સાબિ ત કરી શકેલ નથી. ...6... ફો.કે.નં.૩૪૯૬/૨૦૨૩ (૯.૪) આમ રેકર્ડ ઉપર પડેલ સમગ્ર પુરાવો ધ્યાને લેતાં બનાવ સમયે આરોપીએ ફરિયાદીને ભુંડી ગાળો આપેલ હોય કે સબંધ રાખવા માટે ધમકીઓ આપેલ હોય કે જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય કે લગ્ન તોડાવી નાખવાની ધમકી આપેલી હોય તેવી હકીકત ફરીયાદપક્ષ તેમના પુરાવા પરથી રેકર્ડ પર લાવી શકેલ નથી. (૯.પ) આમ આ કામે રેકર્ડ પર રજુ થયેલ સમગ્ર પુરાવો જોતાં જ્યારે આરોપી સામેના આક્ષેપિત ગુન્હાના કોઇ તત્વો રેકર્ડ ઉપર આવેલ નથી ત્યારે ફરીયાદપક્ષ આ કામના આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪(ડી)૧, ૫૦૪ તથા ૫૦૬(૨) મુજબના ગુન્હાઓ શંકાથી પર સાબિત કરવામાં સદંતર નિષ્ફળ ગયેલ હોય મુદ્દા નં. મુદ્દા નં.૧ નો નિર્ણય નકારમાં આપી મુદ્દા નં.૨ પરત્વે કેસના આખરી નિકાલ સારુ ન્યાયના હીતમાં નીચે મુજબ હુકમ કરવામાં આવે છે. -:: હુ ક મ ::- (૧) આ કામના આરોપી ભરત અરજનભાઇ ચાવડાનાઓને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૨૪૮(૧) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪(ડી)૧, ૫૦૪ તથા ૫૦૬(૨) મુજબના શિક્ષાનેપાત્ર ગુન્હામાંથી નિર્દોષષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવે છે. (૨) આરોપીએ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૪૩૭(એ) ની જોગવાઇ અનુસાર આ હુકમ સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કે, પીટીશન થયે જે તે અદાલત સમક્ષ હાજર રહેવા માટે રૂા.પ,૦૦૦/- ના સદ્ધર જામીન તથા તેટલી જ રકમના જાતમુચરકા રજુ કરવા. હુકમ આજ રોજ તા.૨૯મી માહે સપ્ટેમ્બર સને ૨૦૨૩ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો. તારીખ- ૨૯/૦૯/૨૦૨૩ (મુકેશ ભાનુશંકર દવે) પોરબંદર ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ પોરબંદર (કોડ : જી.જે.૦૧૦૬૬)