Meta Pixel
CNR: GJPB010006672023
PENDING

Hasmukha alias Haslo Jadavbhai Chamadiya vs The State of Gujarat

Case Number342
Date of Filing3 Aug 2023
Case TypeCRMA S - CRIMINAL MISC. APPLICATION - SESSIONS
Last Hearing11 Aug 2023
State--
City--
Year of Filing2023

Party Details

Petitioner
  • Hasmukha alias Haslo Jadavbhai Chamadiya
Respondent
  • The State of Gujarat
  • Divuben wife of Vasant Ramji Chamadiya

Case Summary

Hasmukha alias Haslo Jadavbhai Chamadiya filed Case No. 342 in the District Court on 3 Aug 2023 against The State of Gujarat and Divuben wife of Vasant Ramji Chamadiya. The case has undergone 4 hearings over 8 days. The case is currently pending. 1 order has been issued in this matter.

Hearing History (4)

Orders (1)

Judgement DetailsView full order PDF ↗

ફો.પ.અ.નં.૩૪૨/૨૦૨૩ પોરબદરના મ્હે. સેકન્ડ એડિશ્નલ સેશન્સ જજ સાહેબની અદાલતમાં, મુ. પોરબંદર. ફો.પ.અ.નં.૩૪૨/૨૦૨૩ (સ્પે.(પોકસો) કેસ નં.૦૨/૨૦૨૦) હસમુખ ઉર્ફે હસલો જાદવભાઇ ચામડીયા, ઉ.વ.આ.૫૭, ધંધો : મજુરી, રહે.નાગરવાડા, વોર્ડ નં.૪, શેરી નં.૨, પોરબંદર. .........................અરજદાર વિ રૂ દ્ધ (૧) શ્રી સરકાર, નોટીસ થ્રુ ડી.જી.પી. પોરબંદર. (૨) દિવુબેન વા/ઓ વસંત રામજી ચામડીયા, ઉ.વ.આ.૩૦, રહે. દરજી ફળીયુ, નાગરવાડા, પોરબંદર............................સામાવાળા વિષય :- ક્રિ.પ્રો.કોડની કલમ ૪૩૯ મુજબ જામીન અરજી. ગુન્હો :- ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪(એ)(૧)(૧) તથા પોક્સો એક્ટની કલમ ૧૦ મુજબ... સંદર્ભ :- સ્પે.(પોક્સો) કેસ નં.૦૨/૨૦૨૦ અરજદાર તરફે લીગલ એઇડ મારફત નિમાયેલ વિદ્વાન વકિલ શ્રી એન.ડી.જુંગી સામાવાળા શ્રી સરકાર તરફે વિ. એ.પી.પી.શ્રી એસ.બી.જેઠવા. -:: ઠ રા વ ::- (૧) આ કામના અરજદાર/આરોપી દ્વારા હાલની અરજી ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૪૩૯ મુજબ રેગ્યુલર જામીન ઉપર મુકત થવા માટે હાલની અરજી આપેલી છે. જે અરજી સાથે રજુ કરેલ દસ્તાવેજી પુરાવા વંચાણે લીધા. ...1/3... ફો.પ.અ.નં.૩૪૨/૨૦૨૩ (૨) અરજદાર તરફે લીગલ એઇડ મારફત નિમાયેલ વિદ્વાન વકિલ શ્રી એન.ડી.જુંગી તથા સરકાર તરફે વિ.એ.પી.પી.શ્રી એસ.બી.જેઠવાની દલીલો સાંભળી. મુળ ફરિયાદી અદાલત રૂબરૂ હાજર રહેલ હોય તેઓની રજૂઆત સાંભળવામાં આવેલ છે. (૩) અરજદાર/આરોપીના વિ.વકીલ શ્રીએ તેમની દલીલોમાં જણાવેલ છે કે, અરજદાર સામે અત્રેની કોર્ટમાં સ્પે.(પોક્સો) કેસ નં.૦૨/૨૦૨૦ થી પેન્ડીંગ રહેલ છે અને તેની ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલ છે. અગાઉ તેમને અત્રેની અદાલત દ્વારા ફો.પ.અ.નં.૪૮૩/૨૦૨૦ ના કામે તા.૨૩/૦૮/૨૦૨૦ ના રોજ જામીન મુક્ત કરેલ હતા પરંતુ ત્યારબાદ કેસની કાર્યવાહી દરમ્યાન તેમના વિરૂદ્ધ ઇશ્યુ કરાયેલ પરડ વોરન્ટ આધારે તેઓને તા.૦૧/૦૭/૨૦૨૩ ના રોજ જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ હોય ત્યારથી તેઓ જેલમાં રહેલ છે. વધુમાં તેઓની રજુઆત છે કે, આ કામે ફરિયાદી તપાસાઇ ગયેલા છે તેમજ અરજદાર/આરોપી સાહેદોને ધાક ધમકી આપે તેમ નથી, હવે પછીની દરેક મુદ્દતે હાજર રહેશું અને નામદાર કોર્ટ જે કાઇ શરતો ફરમાવશે તેનું પાલન કરીશું. લન કરીશું. વધુમાં તેઓની રજુઆત છે કે, અરજદાર/આરોપી વૃદ્ધ ઉંમરના છે તેમજ ફરિયાદીનું ઘર ગલીની અંદર રહેલ છે જ્યારે તેઓ મેઇન રોડ ઉપર રહે છે આ સંજોગોમાં તેઓ ફરિયાદીને કોઇ નુકશાન થાય તેવું કૃત્ય કરશે નહી. (૪) સામાવાળા તરફે વિ.એ.પી.પી.શ્રી એ તેમની દલીલોમાં જણાવેલ છે કે, હાલના અરજદાર/આરોપી ટ્રાયલ કોર્ટ સમક્ષ ગેરહાજર રહેલ હતા અને તેથી તેઓની સામેની ઇન્સાફી કાર્યવાહીમાં વિલંબમાં પડેલ. જેથી તેમના વિરૂદ્ધ ઇશ્યુ કરાયેલા પકડ વોરન્ટ આધારે તેમની ધરપકડ કરાયેલ છે. જો તેવા સંજોગોમાં અરજદાર/આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો ફરીથી ટ્રાયલ વખતે તેઓ મળી આવશે નહી અને તેમની સામેની ઇન્સાફી કાર્યવાહી ખોરંભે પડે તેમ છે જેથી અરજદાર/આરોપીની જામીન અરજી નામંજુર કરવા જણાવેલ છે. (૫) આ કામે રજુ થયેલ સમગ્ર હકીકતો, રેકર્ડ અને કાયદાની પરિસ્થિતી ધ્યાને લેતાં આ કામે હાલના અરજદાર/આરોપી સામે સ્પે.(પોક્સો) કેસ નં.૦૨/૨૦૨૦ થી પેન્ડીંગ છે અને તે કામે અરજદાર/આરોપી તા.૨૦/૦૬/૨૦૨૩ ના રોજ નામદાર કોર્ટ સમક્ષ ટ્રાયલ દરમ્યાન ફરિયાદીના પુરાવા સમયે હાજર રહેલા અને બપોર પછી ફરિયાદીની ઉલટતપાસ સમયે તેઓ અદાલતમાં હાજર નહીં રહેતા તેઓ તરફે રોકાયેલા વિ.વકીલશ્રી દ્વારા ફરિયાદીની ઉલટતપાસ પુર્ણ થયા બાદ આરોપીના વકિલ તરીકેથી છુટા થતા હોવાની પુરશીશ રજુ કરેલ હતી. જેથી સદર કામમાં અદાલત અરજદાર/આરોપી વિરૂદ્ધ વોરન્ટ ઇશ્યુ કરાયેલ અને તે આધારે તેમની ધરપકડ કરાતા તેમને તા.૦૧/૦૭/૨૦૨૩ ના રોજ જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે. અરજદારની રજુઆત મુજબ તેઓ શરતચુકથી તારીખના દિવસે કોર્ટમાં હાજર રહી શકેલા નહી અને તેમનો ઇરાદો નામદાર કોર્ટ સમક્ષ ચાલતી ટ્રાયલને વિલંબમાં નાંખવાનો ન હતો તેમજ તેઓ સાહેદોને ધાક ધમકી આપશે નહી તેમજ હવે પછીની દરેક મુદ્દતે હાજર રહેશે અને નામદાર કોર્ટ જે કાઇ શરતો ફરમાવશે તેનું પાલન કરશે તેની ખાતરી આપે છે. વધુમાં આ કામે અગાઉ તેઓને ...2/3... ફો.પ.અ.નં.૩૪૨/૨૦૨૩ જામીન મુક્ત કરતી વખતે ફરમાવવામાં આવેલી શરતો પૈકી કોઇ પણ શરતનો તેમણે ભંગ કરેલો હોય તેવી ફરિયાદપક્ષની કોઇ રજુઆત નથી. આ સમગ્ર હકીકતો ધ્યાને લઇને અરજદાર તરફેની રજુઆતો ધ્યાને લેતાં તેમજ કુદરતી ન્યાયના સિદ્ધાંતોને પણ ધ્યાને લઇ શરતોને આધીન અરજદારને જામીન મુક્ત કરવાનું વ્યાજબી જણાતું હોય ન્યાયના હીતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે. ાં આવે છે. -:: હુ ક મ ::- આ કામના અરજદારની હાલની જામીન અરજી આથી મંજુર કરવામાં આવે છે. અરજદાર/આરોપી હસમુખ ઉફર્ફે હસલો જાદવભાઇ ચામડીયાને કિર્તીમંદિર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ૬૦/૨૦૧૯ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪(એ)(૧)(૧) તથા પોક્સો એક્ટની કલમ ૧૦ મુજબના ગુન્હાના કામમાં રૂા.૧૫,૦૦૦/-(અંકે રૂપીયા પંદર હજાર પુરા) ના સદ્ધર જામીન તથા તેટલી જ રકમના જાત મુચરકા રજુ કર્યેથી નીચેની શરતોને આધીન જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવે છે. શરતો : (૧) અરજદાર/આરોપીએ જામીન સમય દરમ્યાન ફરિયાદપક્ષના સાહેદોને લાલચ, પ્રલોભનો કે ધાક ધમકી આપવા નહી કે ફોડવા માટેનો પ્રયત્ન કરવો નહી અને ફરિયાદપક્ષના પુરાવા સાથે ચેડા કરવા નહી. (૨) અરજદાર/આરોપીએ ફોટો આઇડેન્ટીટી પ્રુફ ધરાવતા જામીન રજુ કરવા. (૩) અરજદાર/આરોપીએ તેમની સામેનો કેસ પુર્ણ ન થાય ત્યાં સુધી આ અદાલતની લેખીતમાં પુર્વ પરવાનગી વિના ગુજરાત રાજ્યની હદ છોડવી નહી. (૪) અરજદાર/આરોપી જો પાસપોર્ટ ધરાવતા હોય તો કોર્ટમાં જમા કરાવવો અને ન ધરાવતા હોય તો તે મતલબનું સોગંદનામુ દિવસ-૭(સાત)માં રજુ કરવું. (પ) અરજદાર/આરોપીએ જામીન આપતી વખતે તેમના રહેણાંકનું ચોક્કસ સરનામુ આપવાનું રહેશે અને તેમાં ફેરફાર થાય તો કોર્ટને તેની લેખીતમાં જાણ કરવી. અરજદાર/આરોપીએ ક્રિમીનલ મેન્યુઅલ પારા ૩૦૬ મુજબ જામીન અત્રેની જીલ્લા અદાલતના નાઝીરશ્રી સમક્ષ રજુ કરવા. હુકમ આજરોજ ખુલ્લી અદાલતમાં વાંચી, સંભળાવી, સહી કરી જાહેર કર્યો. તા.૧૧/૦૮/૨૦૨૩ સ્થળ : પોરબંદર. (માધવી કેતનભાઇ ભટ્ટ) સેકન્ડ એડીશ્નલ સેશન્સ જજ, પોરબંદર ( 00856) GJ ...3/3...